બ્રસેલ્સઃ યુવક અને યુવતી દ્વારા લિંગ બદલાવવાનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન ઘણી વખત લગ્ન બાદ છતાં હોય છે. જે પારિવારિક જીવનને બરબાદ કરી નાંખે છે. તાજેતરમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો. સફળ લગ્નજીવનના ૧૯ વર્ષ વિતાવ્યા બાદ એક વ્યક્તિને જાણવા મળ્યું છે કે, તેની પત્ની વાસ્તવમાં પુરુષ છે. આ ઘટના બેલ્જિયમના એક શખ્સ સાથે ઘટી છે.
બેલ્જિયમના નિવાસી ઝેને લગ્નના ૧૯ વર્ષ પછી દાવો કર્યો છે કે તેની પત્ની પુરુષ છે. ઝેનની વય હાલમં ૬૪ વર્ષ છે અને તેની પત્ની મોનિકાની વય ૪૮ વર્ષ છે. બંનેએ ૧૯ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતા.
ઝેનની પત્ની મોનિકા ઇન્ડોનેશિયાની છે. તેણે જણાવ્યું કે, ‘બેલ્જિયમ વહીવટીતંત્રે તેની ઓળખ અંગે સંદેહ વ્યક્ત કર્યો હતો, પરંતુ દસ્તાવેજોની ચકાસણી બાદ કોઈ આપત્તિ વ્યક્ત કરી નહોતી.’ ઝેન જણાવે છે કે ‘મોનિકા અન્ય મહિલાઓ જેવી જ આકર્ષક દેખાય છે અને તેનામાં પુરુષના કોઈ લક્ષણ નથી. તે મને ઉલ્લુ બનાવતી હતી કે તેને માસિક આવે છે. હકીકત છુપાવવા માટે તે સેનેટરી નેપકીનનો ઉપયોગ પણ કર્યા કરતી હતી. સેક્સ દરમિયાન પણ મને આ પ્રકારની બાબતો પર ક્યારેય કોઈ શંકા ગઈ નહોતી.’
ઝેનનો પહેલો ઘરસંસાર મોનિકાના લીધે જ ભાંગ્યો હતો. ઝેનનો દીકરો પિતાને અને મોનિકાને ઘણીવાર નાઇટકલબમાં જોઈ ગયો હતો તેથી ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. અંતે ઝેનનો પહેલો ઘરસંસાર તૂટ્યો હતો. એ પછી ઝેને મોનિકા સાથે લગ્ન કર્યાં. ઝેન અને તેની પૂર્વપત્નીના બાળકો છે, પણ ઝેને ઘણી વખત મોનિકાના બાળકના પિતા બનવાની ઇચ્છા દર્શાવી હતી, જોકે મોનિકા વાતને ટાળી દેતી હતી. ઝેનને તેના એક મિત્રે ઘણીવાર મોનિકા પુરુષમાંથી સ્ત્રી બની હોવાની વાત કરી હતી, પરંતુ તેને ભરોસો થતો નહોતો. જ્યારે ઝેનના દીકરાએ પણ આ વાત કહી ત્યારે ઝેને તેની વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને મોનિકા પકડાઈ ગઈ હતી.