આ તસવીર પર એક નજર ફેરવો તો તરત જ લાગશે કે જાણે વિઘ્નહર્તા આપણી સન્મુખ બેઠા છે. આ મનમોહક જગ્યા મધ્ય પ્રદેશમાં આવેલી છે. સતપુડાની વનરાજીઓ વચ્ચે ફેલાયેલા પંચમઢીના પશ્ચિમ વિસ્તારમાં એક પર્વત પર ભગવાન ગજાનનની આ મહાકૃતિ જોવા મળશે. 987 મીટર ઊંચા પર્વતને ‘ગણેશ પર્વત’ નામ આપવામાં આવ્યું કારણ કે તેનો આકાર ભગવાન ગણેશના ચહેરા જેવો છે. આ સ્થળને નિશાનગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગદ્વારીના મેળામાં ભક્તો અહીં પૂજા કરે છે. પર્વતની આસપાસ મોટા ભાગે સાગનાં વૃક્ષો છે.