એટલાન્ટાઃ ફર્નબેંક મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં સ્કૂલ એન્ડ એજ્યુકેટર પ્રોગ્રામ્સના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાંદા પોતાનાં બચ્ચાંઓને જે રીતે તરલ પદાર્થને દૂધ તરીકે સેવન કરાવે છે તે માણસ માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
રિસર્ચ અનુસાર કોક્રોચના દૂધમાં મોટી સંખ્યામાં એનર્જી મળી આવે છે. તેને માનવીઓને ઉપયોગમાં આવતાં ખાદ્યપદાર્થ તરીકે પરિવર્તિત કરી શકાય છે. કોક્રોચની એક પ્રજાતિ પેસિફિક બીટલ પોતાના બાળકોને જે દૂધનું સેવન કરાવે છે તેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન, ફેટ તથા શુગર મળી આવે છે.
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાાનિક લેનાર્ડ ચાવસે જણાવ્યું હતું કે, કોઇ વાંદામાંથી પ્રાપ્ત કરેલો તરલ પદાર્થ વાસ્તવમાં દૂધ હોતું નથી. ક્રિસ્ટલ્સ કોક્રોચનું દૃવ્ય તેનાં બાળકો માટે દૂધ સમાન હોય છે. તેના વધવા અને વિકાસ માટે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ક્રિસ્ટલ્સમાં સરખા વજનમાં માપવામાં આવે તો ભેંસના દૂધની સરખામણીએ ત્રણ ગણી વધારે શક્તિ હોવાનું પુરવાર થયું છે.