જાકાર્તાઃ વિશ્વભરમાં ધર્મને લઇ વિભિન્ન વિચારસરણી પ્રવર્તે છે. તેમ છતાં કેટલાક દેશ એવા પણ છે જેઓ પોતાની ઉદારવાદી નીતિને કારણે અમીટ છાપ છોડે છે. તેમાં ઇન્ડોનેશિયા પણ એક છે. ત્યાંની ૮૭.૫ ટકા વસતી મુસ્લિમ છે. માત્ર ૩ ટકા વસતી હિન્દુની છે. વિશ્વમાં સૌથી મોટો મુસ્લિમ દેશ છે. તેમ છતાં ત્યાંની ૨૦૦૦૦ની ચલણી નોટ પર ગણેશજીની તસવીર છે. આની પાછળનું કારણ એવું છે કે અહીંના લોકો એવું માને છે કે ગણેશજીને કારણે જ ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર મજબૂત છે.
વાસ્તવમાં ઇન્ડોનેશિયામાં ભગવાન ગણેશને શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. તેથી નોટની ફ્રન્ટ સાઇઝમાં ગણેશજી અને પાછળના ભાગે કલાસરૂમની તસવીર છે. સાથે ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ પ્રધાન હજર દેવાંત્રાનો ફોટો છે. ભારત અને પાકિસ્તાનની જેમ ઇન્ડોનેશિયન નોટ પણ રૂપિયાહ (રૂપિયા) તરીકે ઓળખાય છે.
એટલું જ નહીં ઇન્ડોનેશિયાના એક સર્કલ પર મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણનું એક મોટું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે.