વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા જોવામાં આવે છે.
એક ઓસ્ટ્રેલિયન ડોક્યુમેન્ટ્રી મેકર્સની ટીમ આ આદિવાસીઓની વસતીમાં પહોંચી ત્યારે તેઓ ૨૦ વર્ષની એક મહિલાના હોઠને મોટા કરવા ડિસ્ક પહેરી રાખી હતી, જેના હોઠનો ઘેરાવો ૫૯.૫ સે.મી. અને તેનો વ્યાસ ૧૯.૪ સે.મી. છે, જે સામાન્ય સાઇઝ કરતાં બે ગણા મોટા છે. આ મહિલાએ એક નવો જ વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ અગાઉ ગિનિસ બુકમાં જે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો તેના હોઠની સાઇઝ ૧૫ સે.મી.ના વ્યાસ ધરાવતા હતા.