કાંજીરાપલી (કેરળ)ઃ ભારતીય એન્જિનિયર સેબીન સાજીએ વિશ્વનું સૌથી નાનું વોશિંગ મશીન બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ નાનું ગેજેટ માત્ર 1.28 ઈંચ બાય 1.32 ઈંચ બાય 1.52 ઈંચનું છે. તે 1990ના દાયકાના ટોય ‘તામાગોચી ડિજિટલ’ કરતા પણ નાનું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનું કહેવું છે કે, સાજીનું વોશિંગ મશીન માઈક્રોસાઈઝનું હોવા છતાં સંપૂર્ણપણે વર્કિંગ કંડિશનમાં છે. વિશ્વવિક્રમ માટે ક્વોલિફાય થવા માટે સેબીને દર્શકોની હાજરીમાં આ ટચુકડાં મશીનમાં કપડાં વોશ, રિન્ઝ અને સ્પિન કરી દેખાડવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક યુવા ભારતીય એન્જિનિયરે સૌથી નાનું એટલે કે માત્ર 0.65 સેમીનું વેક્યૂમ ક્લીનર બનાવીને વિશ્વવિક્રમ માટે દાવેદારી નોંધાવી છે.