વિશ્વનું સૌથી વજનદાર પેન્ડન્ટ ‘રામ દરબાર’

Saturday 10th June 2023 07:30 EDT
 
 

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણનું કામ દિવસરાત ચાલી રહ્યું છે. આગામી ડિસેમ્બર - જાન્યુઆરીમાં તેનું ઉદઘાટન થશે તેવી સંભાવનાઓ વચ્ચે હૈદરાબાદના એક જ્વેલરી શો રૂમે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ - લક્ષ્મણ અને માતા સીતાની હીરાજડિત મૂર્તિ જડેલું અને સોનાથી મઢેલું મૂલ્યવાન પેન્ડન્ટ તૈયાર કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ‘રામ દરબાર’ નામના આ પેન્ડન્ટને ગિનેસ બુક આફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વજનદાર પેન્ડન્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ સુંદર અને અત્યંત કિંમતી પેન્ડન્ટને તૈયાર કરવામાં 56,666 હીરાનો ઉપયોગ કરાયો છે. જ્યારે તેનું કુલ વજન છે 1681.820 ગ્રામ. કળારસિકો ઉપરાંત ભાવિકોમાં આ પેન્ડન્ટ અત્યંત લોકપ્રિય બન્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter