વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ

Sunday 26th January 2025 11:55 EST
 
 

આ તસવીર મધ્યપ્રદેશના ખંડવામાં બનેલા વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટની છે. ઓમકારેશ્વર ડેમના બેકવોટરમાં બનેલો આ પ્લાન્ટ 12 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં 6 લાખથી વધુ સોલાર પ્લેટ લગાવાઇ છે. આ સાથે રાજ્યને હવે 278 મેગાવોટ વીજળી મળવા લાગી છે. નોંધનીય છે કે અહીં કુલ 518 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ પ્રસ્તાવિત છે. હવે બીજા તબક્કામાં 240 મેગાવોટનો પ્લાન્ટ સ્થપાશે. સોલાર સ્પેશિયાલિસ્ટ ગૌરવ બારીના જણાવ્યા અનુસાર આ 278 મેગાવોટનો પ્લાન્ટ દર વર્ષે સરેરાશ 2.3 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter