અમેરિકા: સામાન્ય રીતે ઘરેલુ હિંસાનો ભોગ મહિલાઓ બનતી આવી છે તેવા સમાચારો તમે વાંચતા આવ્યા હશો, પરંતુ ઇજિપ્તની ફેમિલી કોર્ટમાં ૨૮ ટકા પુરુષોએ પોતાની પત્ની મારતી હોવાની ફરિયાદ કરી છે. સદા અલ બલાદ નામના ન્યૂઝ પેપરના જણાવ્યા અનુસાર ઇજિપ્તમાં ૬૬ ટકા દંપતિઓએ છુટાછેડા માટેની અરજીઓ દાખલ કરી છે. તેઓ ઘરેલુ હિંસાના શિકાર બન્યા હોવાથી પત્નીઓની સાથે રહેવા માગતા નથી. જોકે મહિલાઓને કાયદા દ્વારા વધારે સંરક્ષણ મળતું હોવાથી પુરુષોને ન્યાય મેળવવામાં વધારે મુશ્કેલી જણાય છે. ઇજિપ્તની ફેમિલી કોર્ટના જણાવ્યા મુજબ ૨૮ ટકા પુરુષો પત્ની માર મારતી હોવાથી તેની સાથે રહેવા માગતા નથી. મહિલાઓ પતિઓ સાથે લડાઇ થાય ત્યારે બેલ્ટ, ચપ્પુ, પીન અને વાસણ જેવા સાધનોનો મારવા માટે છુટથી ઉપયોગ કરે છે. કેટલાક પતિએ તો પત્નીએ ખોરાકમાં નશીલી દવાઓ ભેળવીને ખવડાવી હોવાના પણ આક્ષેપો કર્યા છે.
એક માહિતી મુજબ પત્ની દ્વારા અત્યાચાર થતો હોય તે મામલાઓમાં ઇજિપ્ત દેશ દુનિયામાં અવ્વલ છે. ત્યારબાદ અમેરિકામાં ૨૩ ટકા, બ્રિટનમાં ૧૭ ટકા અને ભારતમાં ૧૧ ટકા છે. જો કે એવું નથી કે ઇજિપ્તમાં પુરુષો જ ઘરેલુ હિંસાના શિકાર બન્યા છે એમેનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ઇજિપ્તના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૪૭ ટકા મહિલાઓ પણ ઘરેલુ હિંસાઓનો ભોગ બનેલી છે. જોકે ઇજિપ્તની મહિલાઓ પ્રતિક્રિયા વધારે આપતી હોવાથી તેમના દ્વારા પુરુષના ઉત્પીડનનો આંક વધારે છે. આ બાબતે પુરુષોના અધિકારો માટે કામ કરતા સંગઠનોની પણ રચના થઇ છે.