ગંગટોકઃ શહેરથી 102 કિમીના અંતરે ચીન સરહદે જુલુક ગામ છે. આ ગામ સુધી પહોંચવા માટે 14 કિમીના ખતરનાક રસ્તા પરથી પસાર થવું પડે છે. પહાડીઓ વચ્ચે આવેલા આ સર્પાકાર માર્ગ પર 32 વળાંક આવેલા છે. આ રસ્તો ભલે ખતરનાક ગણાતો હોય, પણ આ રસ્તાને જોવા અને તેના પર ડ્રાઈવ કરવાની મજા માણવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. આમ તો તેને ભારત અને ચીન વચ્ચે વેપાર કરવા માટે બનાવાયો હતો. આ રસ્તાથી જ સિલ્કનો વેપાર થતો હતો જેને લીધે તેનું નામ સિલ્ક રોડ કે રેશમ માર્ગ પડી ગયું હતું. જોકે સમયના વહેવા સાથે દેશવિદેશના પ્રવાસીઓમાં પણ એટલો જ જાણીતો બન્યો છે. અહીં શિયાળાના દિવસોમાં અહીં બરફ છવાઇ જતો હોવાથી આ રસ્તો 10 જાન્યુઆરીથી બંધ થઈ જાય છે અને પછી માર્ચની શરૂઆતમાં ખૂલે છે.
• સવારે 9 વાગ્યા પછી અહીં એટલા વાદળ આવી જાય છે કે કંઈ દેખાતું જ નથી. મતલબ કે આ વિસ્તાર ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં 24 કલાકમાંથી 20 કલાક તો માત્ર વાદળોથી ઢંકાયેલો રહે છે.
• નાથુલાથી જુલુકના રસ્તે બાબા હરભજન મંદિર નજીક મોબાઈલની ઘડિયાળમાં સમય અચાનક જ 2 કલાક આગળ વધી જાય છે કેમ કે મોબાઈલ ચીનના ટાઇમઝોનને કેપ્ચર કરી લે છે.
• સિલ્ક રુટને જોવા માટે રસ્તામાં અનેક પોઈન્ટ છે. તેમાં ભુલ-ભુલૈયા પોઈન્ટ, થમ્બી પોઈન્ટ, ટાઈટેનિક પોઈન્ટ, ગનેક, ઝિગઝેગ પોઈન્ટ ખાસ છે.