લંડનઃ હર્ટફોર્ડશાયરમાં રહેતા ૩૨ વર્ષીય ટોમ એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેવા ટોચના સ્થાને બિરાજે છે, પરંતુ આ સીઇઓની અજબ માનસિકતાને સાંભળીને તમે પણ દંગ રહી જશો. કંપનીમાં પદ એક તરફ છે અને ઘરમાં તેનો અંદાજ કંઈક ઓર જ છે. ટોમને પોતાના ઘરમાં જ શ્વાન બનીને રહેવાનું ખૂબ પસંદ છે.
શ્વાન બનીને રહેવા માટે ટોમે સત્તાવાર રીતે તે રીતના પરિધાન પોતાના માટે બનાવડાવ્યા છે. તે ઘરે પહોંચતાંની સાથે જ આ વસ્ત્રો પહેરી લે છે. આ વાત અહીં અટકતી નથી. આ શ્વાન બેનાલ ટોને તેની પત્ની રેશલ વોટસન ગળામાં ચેન બાંધીને ફેરવવા પણ લઈ જાય છે. ટોમ ઘરમાં શ્વાન બનીને રહે છે અને તેની જેમ જ ખાય છે - પીએ છે. શ્વાનની જેમ જ ઘરમાં સૂઈ જાય છે. ઘરનું ધ્યાન પણ તે વફાદાર શ્વાનની જેમ જ રાખે છે. ટોમનો આ ખર્ચ ખૂબ જ ખર્ચાળ પણ છે. અત્યાર સુધીમાં શ્વાન જેવી હરકતો કરવા અને શ્વાનની જેમ રહેવા માટે ટોમે ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે ટોમ એક કંપનીના સીઈઓના પદ પર બિરાજમાન છે, પરંતુ ઘરમાં આ રીતે વર્તવાના તેના અજીબ શોખ અથવા તો માનસિક બીમારીને પગલે તે ખૂબ જ ચર્ચામાં રહે છે.
ટોમના આ અળવીતરા શોખને પગલે તેની મંગેતર રશેલ વોટસન એક વાર તેને છોડીને ચાલી ગઈ હતી. જોકે બાદમાં ટોમના આ શોખને રશેલે સ્વીકારી લીધો હતો અને તે તેના ઘરે પાછી આવી ગઈ હતી.