જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પર રવિવારે પ્રથમ વખત વ્યાપક ટેસ્ટીંગ કરાયું હતું. નોર્ધર્ન રેલવે દુનિયાના સૌથી ઉચા રેલવે પુલ પર ટ્રેન સેવા શરૂ કરવા માટે તૈયાર છે. આ પુલ રામબાન જિલ્લાના સંગલદાન અને રિયાસીને આ રેલમાર્ગે જોડશે. કોંકણ રેલવેના એન્જિનિયર દીપક કુમારે કહ્યું હતું કે વેગન ટાવર રિયાસી સ્ટેશન પર પહોંચી ગયા બાદ ઉત્સુકતા વધી છે. આ પુલ પર વહેલી તકે રેલવે સેવા શરૂ કરાશે.