અંકારાઃ તુર્કી અને ઈટાલિયન પુરાતત્વવિદ્દોની ટીમે તુર્કીના પૌરાણિક શહેર કારકામીસમાં વિશ્વનું સૌથી જૂનું ઈમોજી શોધ્યાનો દાવો કર્યો છે. નિષ્ણાતો કારકામીસમાં ખોદકામ કરી રહી હત ત્યારે એક કૂંજો મળ્યો હતો, જેના પર હસતા ચહેરાવાળું ઈમોજી હતું. આ કૂંજો ઈસુપૂર્વેના ૧૭૦૦ વર્ષનું હોવાનું મનાય છે. યાદ રહે કે ગત માસની ૧૭ તારીખે વર્લ્ડ ઈમોજી ડે મનાવાયો હતો. એ અરસામાં આ ઈમોજી શોધી કઢાયું હતું. ટીમના વડા નિકોલો માર્ચેટીએ જણાવ્યું હતું કે સંભવતઃ અમે વિશ્વનું સૌથી જૂનું સ્માઈલી ઈમોજી શોધ્યું છે.