બેંગ્લૂરુ: ભારતમાં હવે એ દિવસ દૂર નથી, જ્યારે લોકો હવામાં ઉડતી ટેક્સીમાં પોતાની સફર ખેડીને થોડીક જ વારમાં ઈચ્છિત સ્થળે પહોંચી શકશે. બેંગ્લૂરુના સીમાડે યેલાહંકા એરફોર્સ સ્ટેશનમાં આયોજિત એરો ઈન્ડિયા શોમાં ભારત દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી પ્રદર્શિત થઇ હતી. આ ફ્લાઇંગ ટેકસી 160 કિમી પ્રતિ કલાકની ગતિએ એક સાથે 200 કિમીનું અંતર કાપી શકશે. એક પાયલોટ ઉપરાંત બે યાત્રી તેમાં સફર કરી શકશે. નિષ્ણાતોનું કહેવું છે કે મોટાં શહેરોમાં માલસામાન પહોંચાડવા જેવાં કામો સડક માર્ગની તુલનાએ 10 ગણી વધુ ગતિ સાથે કરી શકાશે.