કાઠમંડુ: નેપાળમાં ૧૧ વર્ષના બાળકનું શરીર ધીમે ધીમે પથ્થરનું બની રહ્યું છે. રમેશ નામના બાળકનો જન્મ થયો ત્યારે તેનું શરીર સામાન્ય હતું, પરંતુ ધીમે ધીમે તે દુર્લભ બીમારીમાં સપડાતાં તેનું શરીર ધીમે ધીમે પથ્થરનું હોય તેવું દેખાઈ રહ્યું છે. રમેશના જન્મના ૧૫ દિવસ પછી રમેશની ચામડી કોમળ થવાના બદલે કાળી, ખરબચડી બનવા લાગી હતી. ૧૧ વર્ષ બાદ હવે બીમારીને કારણે તેનું શરીર ધીમે-ધીમે પથ્થરની મૂર્તિ જેવું બનતું જાય છે. રમેશની બીમારીની મેડિકલ સાયન્સમાં હજુ સુધી કોઈ દવા શોધાઈ હોવાથી તેના માતા-પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા છે. બીમારીના કારણે રમેશનો માનસિક વિકાસ પણ પૂરતો નથી. તેને માત્ર ભૂખ લાગે છે અને ટોઈલેટ જવાની ખબર પડે છે. તેના માતાપિતાની આર્થિક પરિસ્થિતિ અત્યંત કંગાળ હોવાથી સારવારની રકમ એકઠી કરી શક્તા નથી, જોકે બ્રિટિશ ગાયક જોશ સ્ટોને તેના માટે કોન્સર્ટ યોજીને ૧૩૭૫ પાઉન્ડ ભેગાં કર્યાં છે.