સમરસેટઃ કેટલાક લોકો કહે છે કે પુસ્તકની ચોરીને ચોરી ના કહેવાય, પરંતુ ૭૭ વર્ષનાં બ્રિટિશ મહિલા એલિસ ગિલેટ તેવાં કથનમાં વિશ્વાસ નથી ધરાવતાં. એલિસે શાળાની લાઇબ્રેરીમાંથી ૧૩૦ વર્ષ પહેલાં ચોરાયેલું પુસ્તક પરત કર્યું છે. એલિસના દાદાએ આર્થર ઈ. બાયકોટે આ પુસ્તક શાળાની લાઇબ્રેરીમાંથી મેળવ્યા પરત નહોતું કર્યું.
એલિસે શાળાને પુસ્તક પરત કરતાં કહ્યું કે કદાચ તમારા જૂના વિદ્યાર્થીએ આ પુસ્તક ચોરી લીધું હતું. એલિસ સમરસેટમાં આવેલું પોતાનું નિવાસસ્થાન સાફ કરી રહ્યા હતા ત્યારે તેમને ડોક્ટર વિલિયમ બી. કારપેન્ટર દ્વારા લિખિત ૧,૦૦૦ પાનાનું પુસ્તક ‘ધ માઇક્રોસ્કોપ એન્ડ ઇટ્સ રિવિલેશન’ મળી આવ્યું હતું. પુસ્તક પર સ્કૂલનાં ગ્રંથાલયનો સિક્કો હતો. જે મુજબ ૧૮૮૬માં આ પુસ્તક શાળાનાં ગ્રંથાલયમાંથી લવાયું હતું. એલિસના દાદા પ્રોફેસર આર્થર ઈ. બોયકોટે ૧૮૮૬થી ૧૮૯૪ વચ્ચે અભ્યાસ કર્યો હતો. એક બ્રિટિશ અખબારે જણાવ્યા મુજબ આર્થર એક પ્રતિષ્ઠિત પ્રકૃતિવિજ્ઞાની અને પેથોલોજિસ્ટ હતા. ખાસ કરીને તેઓ નદી-ઝરણાં અને વૃક્ષોમાં વિશેષ રુચિ ધરાવતા હતા.