૩ વર્ષ સુધી પહાડ તોડી વૃદ્ધે ગામ માટે નહેર બનાવી

Friday 29th June 2018 07:02 EDT
 
 

ભૂવનેશ્વરઃ ઓડિશાના કેન્દુઝર જિલ્લામાં ૭૦ વર્ષના એક ખેડૂતે જાતમહેનતથી ગામવાસીઓ માટે અંદાજે એક કિ.મી. લાંબી નહેર બનાવી છે. કેન્દુઝરના બૈતરણી ગામમાં સિંચાઇની કોઇ સુવિધા ન હોવાના કારણે ખેડૂતો પરેશાન હતા. ખેતી માટે તેમણે વરસાદી પાણી પર જ નિર્ભર રહેવું પડતું હતું. તેથી દૈત્રી નાયક નામના આ ખેડૂતે ગામના સાથી ખેડૂતોની પરેશાની દૂર કરવા નહેર બનાવતાં ગામવાસીઓને પીવા માટે તેમ જ ખેતી માટે હવે પૂરતું પાણી મળી રહ્યું છે. દૈત્રી નાયક તેમના આ સાહસ અંગે જણાવે છે કે, સિંચાઇનો સ્ત્રોત ન હોવાના કારણે અમે બરાબર રીતે ખેતી કરી શકતા નહોતા. તેથી મેં મારા પરિવારના સભ્યો સાથે મળીને નહેર બનાવવાનું કામ શરૂ કર્યું. ૩ વર્ષ સુધી પહાડ કાપીને નહેર બનાવી છે, જેના કારણે ગયા મહિને ગામમાં પાણી પહોંચાડી શકાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter