બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતા ૮૦ વર્ષીય મોહમ્મદ સહીદે ૩૨ વર્ષ જૂની બાઇકને હાઇટેક બનાવી દીધી છે. હવે આ બાઇક તેમની આંગળીના ઇશારે કામ કરે છે. શેરીઓમાં ફરીને કાજળ વેચી પેટિયું રળતા શાહીદે જણાવ્યું કે તેમણે આ બાઇકનું નામ ‘ટારઝન’ રાખ્યું છે. તેમણે બાઇક પર એટીએમ, ફેન, સાઉન્ડ સિસ્ટમ સહિત ઘણા ઉપકરણ લગાવ્યા છે. બાઇકમાં જે એટીએમ લગાવાયું છે તેમાંથી ચહેરાની ઓળખ કરીને વોઇસ કમાન્ડના આધારે રૂપિયા નીકળે છે. બાઇકમાં સેન્સર સિસ્ટમ પણ લાગેલી છે. શાહીદે બાઇકને એ રીતે બેલેન્સ કર્યું છે કે તેઓ છૂટ્ટા હાથે તો બાઇક સહેલાઈથી ચલાવી જ લે છે, પણ સાથે-સાથે સ્ટંટ પણ કરે છે. શાહીદના કહેવા મુજબ, તેઓ ભલે ક્યારેય સ્કૂલે નથી ગયા પણ આ બાઇક તેમણે જાતે એસેમ્બલ કરી છે.