ન્યૂ યોર્કઃ અમેરિકાના આ મહાનગરમાં આવેલો ચાઇનાટાઉન સ્ટોર ત્યાં વેચાતી વસ્તુઓ માટે નહીં પરંતુ તેની બિલાડીના કારણે ચર્ચામાં છે. સામાન્યપણે સ્ટોર ચલાવવા માટે મેનેજમેન્ટની ડિગ્રી મેળવેલા શિક્ષિતોની નિયુક્તિ કરવામાં આવે છે, પરંતુ આ સ્ટોરમાં છેલ્લા નવ વર્ષથી એક બિલાડી દિલ દઈને ફરજ બજાવે છે. રસપ્રદ વાત એ છે કે બિલાડીએ અત્યાર સુધીમાં એક દિવસ પણ રજા પાડી નથી!
બોબો નામની આ બિલાડી નાનું બચ્ચું હતી ત્યારે સ્ટોરમાં કામ કરતો એક કર્મચારીએ તેને લાવ્યો હતો. એક વકીલ સ્ટોરની મુલાકાતે આવ્યા બાદ તે આ બિલાડી માટે નિયમિત ભોજન લાવતા હતા. ૨૦૧૪માં એની નામની મહિલાએ આ સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું પછી તેની ખાસ કાળજી લેવાં માંડી. એનીએ જણાવ્યું હતું કે, આ બિલાડી હંમેશા પ્રવેશદ્વારમાં બેસવાનું ખૂબ પસંદ કરે છે અને ગ્રાહકોને આવકારે છે. બેબો ખૂબ શાંત અને મૈત્રીભાવ વાળી છે.