હૈદરાબાદ: શહેરના એક જાણીતા રેસ્ટોરાંએ ભોજન રસિયાઓને એક અનોખા પ્રકારનો પડકાર ફેંક્યો છે. રેસ્ટોરાંએ ‘બાહુબલી’ થાળી’ લોન્ચ કરીને સ્વાદશોખીનોને પડકાર ફેંક્યો છે કે 30 મિનિટમાં આ થાળીનું ભોજન સફાચટ કરી જનારને રૂપિયા એક લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ અનોખી ઓફર રજૂ કરનાર રેસ્ટોરાંનું નામ છે નાયડુ ગારી કુંડા બિરયાની. આ ‘બાહુબલી થાળી’માં 30 જેટલી વાનગીઓ હોય છે.