મધ્ય પ્રદેશના 18 વર્ષીય લલિત પાટીદારે સૌથી વધુ વાળવાળો ચહેરો ધરાવતા વ્યક્તિ તરીકે પોતાના નામે વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. લલિત હાઈપરટ્રિકોસિસ નામની દુર્લભ સ્થિતિથી પીડાય છે. વેરવૂલ્ફ સિન્ડ્રોમ નામની આ બીમારીના સમગ્ર વિશ્વમાં ફક્ત 50 રજિસ્ટર્ડ કેસ છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, લલિતના ચહેરા પર પ્રતિ ચોરસ સેન્ટીમીટર 201.72 વાળ છે, જે તેના ચહેરાનો 95 ટકા ભાગ આવરી લે છે. લલિતે જણાવ્યું કે, એક સમયે તેના સ્કૂલના સાથીઓ તેનાથી ડરતા હતા. જોકે હવે આવું નથી. પોતાના અજાયબ લૂક અંગે લોકો જાતભાતની ટિપ્પણીઓ કરે છે, પણ તે પોતાના પર અસર થવા દેતો નથી કારણ કે તેણે પોતાની આ અનોખી સ્થિતિને સંપૂર્ણપણે અપનાવી લીધી છે.