હાલ તે ૨૯ વર્ષની છે ત્યારે છેલ્લા બાર વર્ષમાં અડધો ટન ઇંટો ખાઈ ચૂકી છે. પેટ્રિકનું કહેવું છે કે મને ઇંટ જોઈને તેને ખાવાની લાલચ થાય છે. મારાં ઘરની દીવાલોમાં ખાડાં પાડીને મેં ઇંટો ખાધી છે. તેનું માનવું છે કે લંડનમાં તેને ચારે બાજુ ઇંટો જ ઇંટો દેખાય છે.
સૌથી નાની વયની સાંસદ બનવા ઈચ્છતી વિદ્યાર્થિની
રાજનીતિની ૧૮ વર્ષીય વિદ્યાર્થિની સોલોમોન કર્ટીસ બ્રિટનની સૌથી નાની વયની સાંસદ બની શકે છે. તેની પસંદગી આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે થઈ છે. જોકે, સોલોમોનનો અભ્યાસ હજુ ચાલુ હોવાથી તેને અભ્યાસ કે સંસદમાંથી કોની પસંદગી કરવી તેની મૂંઝવણ છે!
ઇંગ્લેન્ડમાં કોઈ બાળક અભણ નહિ રહેઃ ક્લેગનું ચૂંટણીવચન
લિબરલ ડેમોક્રેટિક નેતા નિક ક્લેગે વર્ષ ૨૦૧૫ સુધીમાં બાળ નિરક્ષરતા સંપૂર્ણપણે નાબૂદ કરી નાખવાનું વચન યુકેની પ્રજાને વચન આપ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે મે માસની સામાન્ય ચૂંટણીમાં તેમને સરકારમાં ટકી રહેવાની તક મળે ત્યારે જ આ વાત ત્યારે જ શક્ય બનશે. નિક ક્લેગ આ અંગેનું ઘોષણાપત્ર પણ ઝડપથી જાહેર કરે તેવી શક્યતા છે.