અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ લાલુભાઇ પારેખ અને તેમના સાથી કાર્યકરો તાજેતરમાં જ પડોશી દેશ આયર્લેન્ડની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા. નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો જુના ભાજપ અગ્રણી શ્રી લાલુભાઇ પારેખને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમના પત્નીની ખબર અંતર પૂછ્યા હતા અને હમણાં રાજકોટ ગયા છે કે નહિં તેવી પૂછપરછ કરી હતી. નરેન્દ્રભાઇએ નવેમ્બર માસમાં યુકે આવી રહ્યો છું તેમ જણાવ્યું હતું. શ્રી મોદીજીએ લાલુભાઇની સાથે યુકેથી ગયેલા કેટલાક કાર્યકરો સાથે સેલ્ફી ફોટો પણ ખંેચાવ્યા હતા.