કમ્પાલાઃ ગેરકાયદે શસ્ત્રો રાખવાના ગુનામાં કેન્યાના 32 ભરવાડોને કોર્ટ માર્શલ દ્વારા 20 વર્ષની કેદની સજા ફરમાવાઈ હતી. કેન્યાની સરહદે નોર્થઈસ્ટર્ન યુગાન્ડાના મોરોટો વિસ્તારમાં 32 કેન્યનોની શનિવાર 15 એપ્રિલે ધરપકડ કરાઈ હતી અને તેમણે ગેરકાયદે શસ્ત્રો રાખવાના ગુનાની કબૂલાત કર્યા પછી 20 વર્ષની કેદની સજા જાહેર કરાઈ હતી. ઉત્તર કેન્યામાં તુરકાના કાઉન્ટીના 32 ભરવાડો સાથે સુરક્ષા દળોની ભારે લડાઈ થઈ હતી. તેમની પાસેથી 31 રાઈફલ અને 762 કારતૂસ કબજે લેવાયા હતા. યુગાન્ડા, સાઉથ સુદાન અને કેન્યાને સાંકળતી સરહદો પર સતત સશસ્ત્ર અથડામણો થતી રહે છે.