નાઈરોબીઃ વર્ષ 2022- 24ના ગાળામાં 42 સ્ત્રીની હત્યા અને મૃતદેહને ક્ષતવિક્ષત કરવાના ગુનાની કથિત કબૂલાત કરનારા 33 વર્ષીય આરોપી કોલિન્સ જુમાઈસી ખાલુશાને 30 દિવસ કસ્ટડીમાં રાખવા જજે આદેશ કર્યો હતો. પોલીસે ખાલુશાને વેમ્પાયર અને મનોવિકૃત ગણાવ્યો હતો. નાઈરોબીમાં મુકુરા ખાતે કચરાની ડમ્પસાઈટમાં ક્ષતવિક્ષત મૃતદેહો મળી આવ્યાના પગલે તેની ધરપકડ કરાઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે કોલિન્સ જુમાઈસી ખાલુશાએ 2022થી 11 જુલાઈ 2024ના ગાળામાં હત્યાઓ કર્યાની કબૂલાત કરેલી છે. સૌપ્રથમ હત્યા તેની પત્નીની કરી હતી. જોકે, ખાલુશાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેના પર ટોર્ચર કરી કબૂલાત લેવાઈ હતી. આના પગલે કેસમાં નવો વળાંક આવ્યો છે.