કિન્હાસાઃ DR કોંગોના હિંસાગ્રસ્ત પૂર્વ અને ગ્રેટ લેક પ્રાંતમાં શાંતિની સ્થાપનાના હેતુસર કિન્હાસામાં શાંતિ કરાર 2013નું મૂલ્યાંકન કરવા સાત આફ્રિકન દેશોના વડાની બેઠક યોજાઈ હતી. શાંતિ, સુરક્ષા અને સહકારનું માળખું તે વિસ્તારોમાં સ્થિરતા લાવવાના પ્રયાસોને વધારનારું છે.
1996 - 97માં હિંસા, રોગચાળો અથવા અછતની લીધે તથા 1998 - 2003ના કોંગો યુદ્ધમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં પૂર્વ અને મધ્ય આફ્રિકાના દેશો પણ સપડાયા હતા.
આ દસમી કિન્હાસા શિખર બેઠકમાં કોંગો, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, અંગોલા, રિપબ્લિક ઓફ કોંગો, બુરુન્ડી અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં આ વિસ્તારોમાં સક્રિય સશસ્ત્ર જૂથોને અપાતા સમર્થન અને સહાય વિશે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
બેઠકમાં તંગદિલીના લાંબા સમય પછી રવાન્ડાના યુગાન્ડા તેમજ બુરુન્ડી સાથે સુધરેલા સંબંધો બદલ તે દેશોને અભિનંદન અપાયા હતા. 2013ની સમજૂતી પર કેન્યા, દક્ષિણ સુદાન, ટાન્ઝાનિયા અને ઝામ્બિયાએ હસ્તાક્ષરો કર્યા હતા. આગામી શિખર બેઠક 2023માં બુરુન્ડીમાં યોજાશે.