કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે જ્યુડિથ સુમિન્વા ટુલુકાની નિયુક્તિ કરાઈ છે. પ્રેસિડેન્ટ ફેલિક્સ ત્સીસેકેડી 20 ડિસેમ્બરે ફરી ચૂંટાઈ આવ્યા પછી જીન માઈકેલ સામા લુકોન્ડેના સ્થાને અર્થશાસ્ત્રી અને પૂર્વ પ્લાનિંગ મિનિસ્ટર જ્યુડિથ સુમિન્વા ટુલુકા વડા પ્રધાન તરીકે કામગીરી સંભાળશે.
પૂર્વ ડીઆરસીમાં રવાન્ડા સરહદે હિંસા અને યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે નવા વડા પ્રધાને દેશને શાંતિ અને વિકાસ તરફ લઈ જવાની ઘોષણા કરી હતી. ડિસેમ્બરની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ ત્સીસેકેડીએ સત્તાવાર 73 ટકા મત મેળવ્યા હતા. જોકે, વિરોધપક્ષોએ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે.