દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે દાયકાઓ સુધી HIV અને TB જેવા રોગોના ફેલાવાને રોકવા માટે અનેક સંશોધનો કર્યા છે. તેમણે સમગ્ર આફ્રિકામાં રિસર્ચ લેબ્સ શરૂ કરીને સેંકડો વૈજ્ઞાનિકોને તાલીમ આપવાની સાથે એઈડ્સ સાથે જોડાયેલી ખોટી માન્યતાને દૂર કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. આ તસવીરમાં ડોક્ટર દંપતીને ડરબનના સેન્ટર ફોર ધ એઈડ્સ પ્રોગ્રામ ઓફ રિસર્ચ ઈન સાઉથ આફ્રિકાની લેબ ખાતે જોઈ શકાય છે.