નાઈજિરિયા: અજગર જેવા મોટા સાપ અવારનવાર બીજા પ્રાણીઓને પોતાના શિકાર બનાવી આખેઆખા ગળી જતા હોય છે. નાઈજિરિયાના એક માદા અજગર માટે વાછરડાને ગળવું ખૂબ જ મોંઘુ પુરવાર થયું હતું. એક અજગર એક વાછરડાને ગળી ગયો. તેનું પેટ ફૂલી ગયેલું દેખાતું હતું. બીજી તરફ ગુમ થયેલા વાછરડાનો માલિક અજગર પાસે પહોંચ્યો તો તેને શંકા થઈ કે ચોક્કસ આ અજગર જ તેના વાછરડાને ગળી ગયો છે. અજગરના પેટમાંથી વાછરડાને કાઢવા તેણે અજગરનું પેટ ચીરી નાંખ્યું, પણ એનું ચીરેલું પેટ જોઈને હાજર હતા એ સૌને નવાઈ થઈ ગઈ. વાસ્તવિક્તા એ હતી કે તે માદા અજગર હતી. તેનું પેટ વાછરડું ખાવાને લીધે નહીં, પણ તે સગર્ભા હોવાને કારણે તેનું પેટ ઈંડાથી ભરેલું હતું. અજગર એકસાથે ૧૦૦થી વધુ અજગરોને જન્મ આપી શકે છે. જોકે આ ઘટના પછી કેટલાક સ્થાનિકોએ આ માદા અજગર માટે શોક વ્યક્ત કર્યો તો કેટલાક એટલા માટે ખુશ થયા કે અહીંના લોકોને ૧૦૦ અજગરોથી છૂટકારો મળી ગયો.