અબુજાઃ નાઈજીરીયામાં ઈંડા, શાકભાજી અને બીન્સ જેવી ખોરાકની મુખ્ય ચીજવસ્તુઓના ભાવોમાં પણ ખૂબ વધારો થયો છે.
સત્તાવાર આંકડા મુજબ કોરોના વાઈરસ કટોકટી શરૂ થઈ ત્યારથી ખોરાકની ચીજવસ્તુઓના ભાવમાં ૨૨ ટકા કરતાં વધુનો વધારો થયો છે. ઘણાં લોકો માટે પરિવારનું ભરણપોષણ કરવું એ રોજિંદો પડકાર બની ગયો છે.
મહામારી પછી વૈશ્વિક અર્થતંત્ર બહાર આવી રહ્યું છે ત્યારે દુનિયાભરમાં ફુગાવો વધી રહ્યો છે. વેસ્ટર્ન સેન્ટ્રલ બેંકર્સ આ ફુગાવાને હંગામી બતાવે છે ત્યારે ચીજવસ્તુઓના આસમાને જતાં ભાવોના નાઈજીરીયા જેવા દેશોમાં નાટ્યાત્મક પરિણામો આવી રહ્યા છે.
ઓઈલના વૈશ્વિક નીચા ભાવો અને મહામારીની બેવડી આર્થિક અસરના મારને લીધે વધતા ફુગાવા અને ભાવવધારાથી નાઈજીરીયામાં ૨૦૨૦માં વધુ ૭ મિલિયન લોકો ગરીબીમાં ધકેલાયા હતા.
મેસી સ્ટ્રીટ ચીલ્ડ્રન હોસ્પિટલના ન્યૂટ્રિશિયન ડિપાર્ટમેન્ટના હેડ એમીઓલો ઓગુનસોલાએ જણાવ્યું કે કન્સલ્ટેશન દરમિયાન તેમને દરરોજ પાંચથી સાત બાળકો કુપોષણથી પીડાતા હોવાનું જણાય છે.
મહામારી અને ભાવવધારા પહેલા પણ નાઈજીરીયાના પોષણના આંકડા ભયસૂચક હતા. નાઈજીરીયામાં અપૂરતા આહારને લીધે ત્રણમાંથી એક બાળકનો વિકાસ ખૂબ ઓછો હતો.
તેના પરિણામે નાઈજીરીયામાં ૧૭ મિલિયન બાળકો અલ્પપોષિત છે. તેને લીધે તે આફ્રિકામાં કુપોષણના દરમાં ટોચ પર અને દુનિયામાં બીજા ક્રમે છે.
૨૧૦ મિલિયન લોકોની વસતિ સાથે આફ્રિકાનું સૌથી વધુ વસતિ ધરાવતું નાઈજીરીયા, દુનિયામાં ગરીબોની સૌથી વધુ સંખ્યાની બાબતે ભારત સાથે સ્પર્ધા કરી રહ્યું છે.