કિગલીઃ સરકારના ખુલ્લેઆમ વિવેચક બની ગયેલા ‘હોટલ રવાન્ડા’ હીરો ૬૭ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયાને આતંકવાદના આરોપસર ૨૫ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ રાજકીય ઈરાદાથી પ્રેરિત દેખવાની ટ્રાયલ ગણાવી હતી.
રવાન્ડામાં ૨૦૧૮ અને ૨૦૧૯નાં ગન, ગ્રેનેડ અને આગચંપીના હુમલા ઓકરવા માટે બળવાખોર ગ્રૂપની રચના કરવા બદલ કિગલીની હાઈ કોર્ટ દ્વારા તેમને દોષી ઠેરવાયા હતા.
સાત મહિનાની ટ્રાયલના અંતે જસ્ટિસ બીટ્રીસ મુકાન્મુરેન્ઝીએ જણાવ્યું હતું કે રવાન્ડા પર હુમલો કરનારા આતંકવાદી સંગઠનની તેમણે રચના કરી હતી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડ્યા હતા.
૧૯૯૪ માં થયેલા નરસંહારમાં ૧,૦૦૦ વંશીય તુત્સીસને બચાવવા બદલ તેની પ્રશંસા થઈ હતી. તે લાંબા સમયથી સત્તા પર રહેલા પ્રમુખ કગામેના ટીકાકાર છે.