કમ્પાલાઃ પાર્લામેન્ટના સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણી પછી સાંસદોને સંબોધતા પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે નીતિભ્રષ્ટતા મોટી સમસ્યા બની ગઈ છે. આ ટર્મ સામાજિક – આર્થિક રૂપાંતરણ માટે છે. આપણે ત્યાં સારા રસ્તા છે. આપણી પાસે પૂરતી વીજળી, સ્કૂલો, હેલ્થ સેન્ટર્સ છે. સૌ અલ્પવિકાસની બહાર આવી જાય તે માટે આ તમામ દ્વારા આપણા લોકોના પરિવર્તનની જરૂર છે.
મુસેવેનીએ જણાવ્યું કે આ ટર્મમાં હું ઈચ્છું છું કે બધા ગંભીર બને. આપણે દરેક ક્ષેત્રનું યોગ્ય બજેટ તૈયાર કરવાની જરૂર છે. તે ઉપરાંત, આપણે ભ્રષ્ટાચાર સામે લડવાનું છે. ભ્રષ્ટાચાર મોટી સમસ્યા બની ગઈ છે.
તેમણે ઉમેર્યું કે ઘણાં યુગાન્ડાવાસીઓએ ભ્રષ્ટાચાર સામે લડવાનો અને આપણને મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભ્રષ્ટાચારના મામલે ઝીરો ટોલરન્સ દ્વારા આપણે સફળ થઈશું.