કેન્યાઃ આફ્રિકામાં આવેલા કેન્યાનો પ્રમુખસ્વામી ભક્ત હામીસીની સ્વામીભક્તિનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. હામીસીએ વર્ષો સુધી પ્રમુખસ્વામીની સેવા કરી હતી. વ્યવસાયે તે લીલા નાળિયેર વેચવાનું કામ કરે છે. વર્ષ ૧૯૮૧માં ૧૬૮ જેટલા સંતો આફ્રિકામાં ગયા હતા. એ સમયે કેનિયન હામીસી બધા સંતોને નાળિયેર પીવડાવાની સેવા કરતો હતો. બાપાની વિદાય થાય ત્યારે જાતે નાળિયેરી પર ચડીને નાળિયેર તોડે અને બાપાને પીવડાવે. નાળિયેરને ફૂલથી ડેકોરેટ કરેલું હોય અને બાપાને પોતાના હાથે એ પીવડાવે.
તેની ઉમદા સેવા બદલ પ્રમુખસ્વામીએ તેને મદદનું વચન આપેલું. હરિભક્તો બનતી દરેક આર્થિક મદદ કરે છે આ વ્યક્તિને. પ્રમુખસ્વામી જ્યારે પણ આફ્રિકા જાય હમીસીને જ સેવા માટે બોલાવે. નાળિયેરના બદલામાં હરિભક્તો જે પણ આપે હસતા મુખે લઈ લે. છેલ્લી વખત બાપા સાથે થયેલી મુલાકાત હમીસીની યાદગાર મુલાકાત. અંતમાં જય સ્વામીનારાયણ બોલે છે આ આફ્રિકન.