આફ્રિકામાં કોસ્ટ ઓફ લિવિંગ સમસ્યાની અસરથી અભ્યાસ છોડતી બાળાઓ

Tuesday 21st November 2023 15:35 EST
 

ડોડોમા,હરારેઃ આફ્રિકામાં કોસ્ટ ઓફ લિવિંગ સમસ્યાના કારણે હજારો બાળાઓ અભ્યાસ છોડી રહી છે ત્યારે ઘાના, મલાવી, ટાન્ઝાનિઆ, ઝામ્બિઆ અને ઝિમ્બાબ્વેમાં કાર્યરત ચેરિટી કામફેડ દ્વારા 6 મિલિયન છોકરીઓને ફરી શાળાએ મોકલવા છ વર્ષની યોજના તૈયાર કરવામાં આવી છે. જીવનનિર્વાહ કટોકટીના કારણે અભ્યાસ છોડનારી છોકરીઓએ તદ્દન ઓછા પગારના કામમાં જોતરાઈ જવું પડે છે અથવા વહેલા લગ્ન કરી લેવા પડે છે. ચેરિટીનું કહેવું છે કે સરકારો અને દાતાઓએ છોકરીઓને ફરી શાળાલાએ મોકલવા પોતાના પ્રયાસો બમણા કરવાની જરૂર છે.

કામફેડના વડા એન્જેલાઈન મુરિમિર્વાએ જણાવ્યા મુજબ કોવિડ-19 મહામારી અને ગત 18 મહિના કરતા વધુ સમયની જીવનનિર્વાહ કટોકટીના પરિણામે સંખ્યાબંધ બાળકો શાળાએ જતાં બંધ થઈ ગયાં છે જેના પરિણામે, સ્કિલ્ડ નોકરીઓ અને સ્વતંત્ર આવક મેળવવાની તેમની તક મર્યાદિત બની જાય છે. કામફેડ તેનો સામનો કરવા 414 મિલિયન ડોલર (342 મિલિયન પાઉન્ડ)નું બજેટ વધારવાની આશા ધરાવે છે. પાંચ આફ્રિકન દેશોમાં ત્રણ દાયકાની શૈક્ષણિક કામગીરી થતી ચેરિટીએ 1.8 મિલિયન છોકરીઓને સેકન્ડરી એજ્યુકેશન તેમજ 6.4 મિલિયન છોકરા-છોકરીઓને પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સમાં મોકલવામાં મદદ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter