હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા દિવ્યાંગ પર્વતારોહકોની ટીમે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર તિરંગો ફરકાવ્યો છે. ટાન્ઝાનિયાના 19341 ફૂટ (5895 મીટર)ની ઊંચાઈ ધરાવતા કિલિમાન્જારો પર્વતના ઉહુરુ શિખર પર લહેરાવાયેલો આ તિરંગો 7800 ચોરસ ફૂટનો છે. 6 સભ્યોની આ ટીમે 4 ઓગસ્ટના રોજ કાંચનજંગા નેશનલ પાર્કથી પોતાનું અભિયાન શરૂ કર્યું હતું. 8 ઓગસ્ટના રોજ તેઓ 19,341 ફૂટની ઊંચાઈએ આવેલા ઉહુરુ શિખર પર પહોંચ્યા હતા.