કિગલીઃ ઈક્વિટી બેંક હેકિંગ કેસમાં રવાન્ડાએ આઠ કેન્યન અને એક યુગાન્ડનને આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી અને Rwf૫૬ મિલિયનનો દંડ કર્યો હતો. રવાન્ડન ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ૨૦૧૯ માં ૧૨ લોકોની ટોળકીની ધરપકડ કરી હતી તેમાં ત્રણ યુગાન્ડનનો સમાવેશ થતો હતો. આ નવ લોકો તે ટોળીના ભાગરૂપ છે.કેન્યા અને યુગાન્ડામાં બેંક હેકિંગના પ્રયાસો સાથે સંકળાયેલી ગેંગ પર રિજનલ સિક્યુરિટી ટીમોએ સતત ચાંપતી નજર રાખી હતી અને તેની ભાળ મેળવી હતી. તેઓ શોપિંગ માટે ત્યાં ગયા ત્યારે રવાન્ડાના અધિકારીઓને તેમને જાણ કરી હતી. જ્યારે ઈક્વિટી બેંકના ખાતાઓનું હેકિંગ કરીને Eazzy બેન્કિંગ અને એટીએમ મારફતે તેઓ નાણાં ઉપાડતા હતા ત્યારે આ ગ્રુપના સભ્યોની ધરપકડ કરાઈ હતી.
કોર્ટે ગઈ ૨ જુલાઈએ શકમંદોને ડેમેજીસ તરીકે Rwf ૫૦ મિલિયન અને અન્ય ચાર્જ પેટે Rwf ૩ મિલિયન દંડ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર સિસ્ટમ ડેટાનો અનધિકૃત ઉપયોગ, ગુનો આચરવાના ઇરાદે ડેટા મેળવવો, કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર સિસ્ટમ ડેટાનું અનધિકૃત રીતે મોડીફીકેશન કરવું, ચોરી અને ગુનાહિત ઇરાદે સંગઠિત થવાના પાંચ આરોપોમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.