કૈરોઃ ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પાંચ મિનિટના વીડિયોમાં વધુમાં જણાવાયું હતું કે સિક્યુરિટી એજન્સીઓએ અગાઉ ચાર કેસમાં આરોપી વ્યક્તિના નેતૃત્વ હેઠળની ક્રિમિનલ ગેંગની પ્રાચીન ચીજ વસ્તુઓ ની દાણચોરી અને વેચાણ કરવાના હેતુસર દેશભરમાં આવેલી સાઇટો ગેરકાયદેસર રીતે ખોદવા બદલ ધરપકડ કરી હતી. વિડિયોની સાથે તે વ્યક્તિ પાસેથી મળી આવેલી અલગ-અલગ લંબાઈની ૩૬ મૂર્તિઓ, ગ્રીક અને રોમન કાળના ૫૨ તાંબાના સિક્કા મળી આવ્યા હતા. તેની પાસેથી ત્રણ કાળી બેસાલ્ટ પ્લેટ પણ મળી આવી હતી.