નાઈરોબીઃ સજાતીય લગ્નોને આશીર્વાદ આપવાના ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયને એંગ્લિકન ચર્ચ ઓફ કેન્યાએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. એંગ્લિકન આર્ચબિશપ જેક્સન ઓલે સાપિત ઓફ નાઈરોબીએ ઈંગ્લેન્ડના ચર્ચીસમાં સેઈમ સેક્સ મેરેજીસને આવકાર આપવાના નિર્ણયને વખોડી કાઢતો પત્ર જાહેર કર્યો છે.
એંગ્લિકન આર્ચબિશપ જેક્સન ઓલે સાપિત ઓફ નાઈરોબીએ જણાવ્યું છે કે એક તરફ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ લગ્નના પરંપરાગત ઉપદેશોને વફાદાર રહેવાની જાહેરાત કરે છે અને સાથોસાથ કહેવાતા પ્રેમની પ્રાર્થનાઓને તેમના ચર્ચીસમાં એક જ લિંગની બે વ્યક્તિ વચ્ચેના યુનિયનને આશીર્વાદ આપવાના ઉપયોગમાં લેશે તે કેટલું હાસ્યાસ્પદ છે. એંગ્લિકન કોમ્યુનિયનમાં પશ્ચિમી પ્રોવિન્સીસમાં ઉદાર ચર્ચમેનશિપનો ઉદય કમનસીબ હોવાં સાથે સાચા ગોસ્પેલની વિરુદ્ધમાં છે.
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયને એંગ્લિકન આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી, આર્ચબિશપ ઓફ યોર્ક સ્ટીફન કોર્ટ્રેલે સંયુક્ત નિવેદનમાં આવકાર્યો હતો.