કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં મૂશળધાર વરસાદના લીધે ડમ્પસાઈટ ધસી પડવાથી મકાનો દટાઈ જતા 21 લોકોના મોત નીપજ્યા હતા. ભારે વરસાદના બે દિવસ પછી કમ્પાલાની એકમાત્ર લેન્ડફિલ સાઈટ કિટેઝી ખાતે કચરાનો ડુંગર નીચે ધસી આવ્યો હતો જેના પરિણામે, ઘરમાં નિદ્રાધીન લોકો, પશુઓ અને મકાનો દટાઈ ગયા હતા.
રવિવારે સત્તાવાળાઓએ 18ના મોતની જાહેરાત કરી હતી જેમાં વધું ત્રણ મોતનો ઉમેરો થયો હતો. 14 લોકો અને કેટલાક પશુને બચાવી લેવામાં સફળતા મળી હતી. ડમ્પસાઈટ ધસી પડવાના લીધે ઓછામાં ઓછાં 1000 લોકો વિસ્થાપિત બન્યા હતા. યુગાન્ડા રેડ ક્રોસ દ્વારા વિસ્થાપિતો માટે તંબુઓની વ્યવસ્થા કરાઈ હતી.