કમ્પાલાઃ ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે યુગાન્ડાના પાટનગર કમ્પાલાની શેરીઓમાં ૫૦થી વધુ લોકો પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.
પોલીસ અને આર્મી હુલ્લડખોરોની કાર્યવાહીની વળતી પ્રતિક્રિયા આપી રહ્યા હતા તેમ કહીને અધિકારીઓએ ફાયરીંગનો બચાવ કર્યો હતો.
પરંતુ, બીબીસી આફ્રિકા આઈ દ્વારા નવેસરથી કરાયેલી તપાસમાં પૂરાવો મળ્યો છે કે ૧૮ નવેમ્બરે એક પોલીસ ટ્રક સિટી સેન્ટર આવી હતી અને એક મિનિટના ગાળામાં જ સાત નિઃશસ્ત્ર લોકોને ઠાર માર્યા હતા.