કમ્પાલાઃ યુગાન્ડાના નવલકથાકાર અને કાર્યકર્તા કાકવેન્ઝા રુકિરાબાશાઈજાની બિનશરતી મુક્તિની માંગણીમાં યુરોપિયન યુનિયન(EU) અન્ય અધિકાર સંસ્થાઓ સાથે જોડાયું છે. કોર્ટે પોલીસને રુકિરાબાશાઈજાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી તે અટક હેઠળ છે.
બુધવારે એક ટ્વીટમાં, હ્યુમન રાઈટ્સના ઈયુના વિશેષ પ્રતિનિધિ, મિસ્ટર ઇમોન ગિલમોરે, કમ્પાલાના સત્તાવાળાઓને ૨૮ ડિસેમ્બરના રોજ બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરાયેલા અને પોલીસે તેમને પકડ્યા હોવાને સમર્થન આપ્યું ત્યાં સુધી ગાયબ થઈ ગયેલા કાકવેન્ઝાને ચોડી મૂકવા અનુરોધ કર્યો હતો.
યુગાન્ડા ખાતેના સ્વીડનના રાજદૂત મારિયા હેકેન્સને તેમની રજૂઆતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.