યાઓન્ડેઃ ચાડના શરણાર્થી અને તેમના ક્લાસમેટ કોરાડી માબેલે યાઓન્ડેના સર્ટેફ સ્ટુડિયો પહોંચ્યા હતા.એક પ્રોગ્રામના રેકોર્ડિગ માટે અન્ય એક વિદ્યાર્થી અગાઉથી જ સ્ટુડિયોમાં હતો.આ ત્રણે યાઓન્ડેમાં રહેતા યુવા શરણાર્થીઓ છે અને તેમનો મેગાફોન પ્રોજેક્ટ ચલાવે છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) પાસેથી નાની રકમની ગ્રાન્ટ મેળવ્યા પછી તેમણે રેડિયો પ્રોગ્રામ શરૂ કર્યો છે અને તેમાં તે શરણાર્થીઓની પરિસ્થિતિ વિશે વાત કરે છે.
તેમનો પહેલો કાર્યક્રમ કામરૂનમાં રહેતા સેન્ટ્રલ આફ્રિકન શરણાર્થીઓનો હતો.
તેમણે કામરૂનમાં જે વિસ્તારોમાં શરણાર્થીઓ રહેતા હતા તે ગેરોઉઆ બાઉલાઈ જેવા વિસ્તારમાં જવાનો નિર્ણય લીધે. ત્યાંની માહિતી એકત્ર કર્યા પછી તેઓ સ્ટુડિયો પાછા આવીને તેઓ શરણાર્થીઓના જીવન વિશે અહેવાલ ફાઈલ કરે છે.
આ પ્રોજેક્ટમાં વિશેષ ધ્યાન રેડિયો કાર્યક્રમ પર અપાય છે. પ્રોજેક્ટમા બીજા પાસામાં, આ યુવા શરણાર્થીઓને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફ્રેન્ચ સ્પીકિંગ રેડિયો એન્ડ ટેલિવિઝન (CIRTEF) ના પ્રોફેશનલ્સ દ્વારા જર્નાલિઝમ અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ટ્રેનિંગ અપાય છે. ચાડ. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક જેવા કેટલાંક દેશોના શરણાર્થી વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને UNHCR તેમને સહાય પૂરી પાડે છે.
શરણાર્થી વિદ્યાર્થી ઈમાનુએલ આમ્બેઈએ જણાવ્યું કે તેમનો હેતુ શરણાર્થીઓને બોલતા કરવાનો, બીજા લોકો સાથે અને દુનિયા સાથે તેમની ઓળખ કરાવવાનો છે. કારણ કે શરણાર્થીઓ તરીકે અમારા ભાઈઓ અને અમારા દેશના શરણાર્થીઓ સાથે વાત કરવા માટે અમે સારી સ્થિતિમાં છીએ. શરણાર્થીને પોતાની અવગણના થતી હોય તેવું ન લાગવું જોઈએ. દરેક શરણાર્થી ૧૦૦ ટકા કામરૂનવાસી તરીકે પોતાનું રોજિંદુ જીવન જીવે તેવી અમને અપેક્ષા છે.