નાઈરોબીઃ બે આધુનિક શિપયાર્ડ તૈયાર થયા પછી કેન્યાની નજર જહાજ બાંધકામ અને રિપેરિંગના લાભકારક બિઝનેસ પર છે. કેન્યાના નેવી દ્વારા તૈયાર કરાયેલા સ્લીપવે સાથેના આ શિપયાર્ડ પૂર્વ આફ્રિકામાં સૌથી મોટા છે. કેન્યા મેરિટાઈમ હબનું સ્ટેટસ અને બ્લૂ ઈકોનોમી મેળવવા માગતું હોવાથી આ શીપયાર્ડ નવી દિશા ખોલે છે.
સ્લીપવે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે, શીપને પાણીમાંથી બહાર લાવીને તેના પર રખાય છે. ત્યાં તે સુરક્ષિત રહે છે અને તેનું બાંધકામ, રિપેરિંગ, રિફીટીંગ અને મેન્ટેનન્સ થઈ શકે છે, જ્યારે શીપયાર્ડમાં જહાજનું બાંધકામ થાય છે.
યુગાન્ડા અને રવાન્ડા સાથેના કાર્ગો ટ્રાન્સપોર્ટ ડીલ્સમાં ટાન્ઝાનિયા સાથેની સ્પર્ધાને પહોંચી વળવા માટે લશ્કર દ્વારા સંચાલિત શીપ બિલ્ડીંગ એજન્સી કેન્યા શીપયાર્ડસ લિ. (KSL) સરકારની ખાસ છે.
નાઈરોબીના મેરીટાઈમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતોને પહોંચી વળવા અને યુગાન્ડાને ટાન્ઝાનિયાનો રુટ છોડવા લલચાવવા માટે કાર્ગોને પોર્ટ બેલ સુધી ઓછાં ખર્ચે અને ઝડપથી પહોંચાડવાની જવાબદારી KSLને સોંપાઈ છે.
મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને મેન્ટેનન્સમાં કેન્યાનું નૌકાદળ આત્મનિર્ભર રહે તેવું સંરક્ષણ મંત્રાલયે આયોજન કર્યું હતું. પરંતુ, નૌકાદળ આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માત્ર ૩૦ ટકા ક્ષમતાનો ઉપયોગ કરી શક્યું હતું. તેને નાગરિકોના ઉપયોગ માટે ખૂલ્લું મૂકાય તો આ સાહસમાં વધુ સંસાધનનું રોકાણ કરી શકાય. તેથી KSLનો ઉદભવ થયો હતો.