નાઈરોબીઃ ૨૦૧૨માં કથિત રીતે બ્રિટિશ સૈનિક દ્વારા મારી નખાયેલી કેન્યન મહિલા એગ્નીસ વાંજરુના પરિવારને હજુ પણ ન્યાય મળ્યો નથી. માર્ચ ૨૦૧૨માં તે ગુમ થઈ ત્યારે તે ૨૧ વર્ષની હતી અને તેને પાંચ મહિનાની પુત્રી પણ હતી.ત્રણ મહિના પછી સેન્ટ્રલ કેન્યાની એક હોટલની સેપ્ટિક ટેંકમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. સાક્ષીઓ મુજબ છેલ્લે તે બ્રિટિશ સૈનિકો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી.
૨૦૧૯માં કેન્યાના જજ દ્વારા કરાયેલા ઈન્ક્વેસ્ટમાં બે બ્રિટિશ સૈનિકોમાંથી એકે વાંજરુની હત્યા કરી હોવાનું તારણ આવ્યું હતું. બ્રિટિશ લશ્કરે કોઈ કાર્યવાહી ન કરતાં જજે વધુ બે ઈન્ક્વાયરીના આદેશ સામે અવરોધ ઉભો થયો હતો.
સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ હત્યારાએ ગુનો કર્યાની પોતાના સાથી સૈનિક સમક્ષ કબૂલાત કરી હતી. જ્યારે સૈનિકે આ કબૂલાત અંગે જાણ કરતાં લશ્કરે કોઈ કાર્યવાહી કરી ન હતી.
યુકેના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસના જણાવ્યા મુજબ આ કેસને સંબંધ છે ત્યાં સુધી ડિફેન્સ મિનિસ્ટ્રી કેન્યા દ્વારા થતી તપાસમાં સહકાર આપવાનું ચાલુ રાખશે તેવી શક્યતા છે. જોકે, કથિત હત્યારાના પ્રત્યર્પણનો અનુરોધ કરી રહેલા સામાજિક કાર્યકરોએ આ બાબતને નકારી કાઢી હતી.