નાઈરોબીઃ કેન્યા એરવેઝ વર્ષ 2022માં ખોટ કરતું એકમ રહી હતી. તેની ચોખ્ખી ખોટ બમણાથી વધુ વધીને Ksh 38.26 બિલિયન (290 મિલિયન ડોલર)ની થઈ હતી. 2021માં કેન્યા એરવેઝની ખોટ Ksh15.87 બિલિયન (120.55 મિલિયન ડોલર)ની હતી. નેશનલ કેરિયરના એકત્રિત ખોટ Ksh172.68 બિલિયન (1.3 બિલિયન ડોલર)ની થવા જાય છે. 27 માર્ચના વર્ચ્યુઅલ ઈન્વેસ્ટર બ્રીફિંગ દરમિયાન આ પરિણામો જાહેર કરાયાં હતાં.
સતત વધતા ફ્યૂલ ખર્ચાના કારણે ખર્ચા Ksh 86.4 બિલિયન (656.29 મિલિયન ડોલર)થી વધીને Ksh155 બિલિયન (1.18 બિલિયન ડોલર)ના આંકડે પહોંચ્યા હતા. પ્રવાસીક્ષમતા વધવાની સાથે અન્ય પ્રત્યક્ષ ઓપરેટિંગ ખર્ચામાં વધારો થયો હતો. જોકે, પ્રવાસીઓની સંખ્યા 68 ટકા વધવા સાથે કેન્યા એરવેઝની કુલ રેવન્યુ 66 ટકાના વધારા સાથે Ksh117 બિલિયન ( 888.73 મિલિયન ડોલર) થઈ હતી. કાર્ગો બિઝનેસ પણ 3.5 ટકા વધ્યો હતો. કેન્યા સરકારે ગયા વર્ષે કેન્યા એરવેઝનું Ksh69.01 બિલિયન ( 525 મિલિયન ડોલર)નું દેવું પોતાના માથે લઈ લીધું હતું.