નાઈરોબીઃ રેગ્યુલેટર કેન્યા ડેરી બોર્ડે આ મહિને વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી મિલ્ક પાવડરની આયાત એચોક્કસ મુદત સુધી સ્થગિત કરવા સાથે ઈમ્પોર્ટ પરમિટ્સ જારી કરવાનું પણ બંધ કર્યું છે. રેગ્યુલેટરના જણાવ્યા મુજબ વરસાદ થવાથી દૂધના સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન મળશે અને આયાતની જરૂર ઘટશે.
મિલ્ક પાવડરની આયાતથી બજારમાં ભરાવો થવાની શક્યતાને જોતાં આ પગલાથી દેશના મિલ્ક પ્રોસેસર્સ અને ખેડૂતોને નીચી કિંમતોની સ્પર્ધામાં સુરક્ષા પ્રાપ્ત થશે. કેન્યા ડેરી બોર્ડે જણાવ્યું છે કે મિલ્ક પાવડરની આયાત ફરી ચાલુ કરવાના નિર્ણય પહેલા દૂધના ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિ પર ધ્યાન રાખશે. કેન્યામાં સતત વરસાદ નહિ પડવાથી દુકાળની હાલતના કારણે દૂધની તીવ્ર અછત સર્જાયા પછી તેની કિંમતો આસમાને પહોંચી હતી.