નાઈરોબીઃ કેન્યા સરકારે કેન્યા પાવરની જંગી ખર્ચાના પ્રોજેક્ટ્સના અમલની સત્તા છીનવી લઈ તેની પાસે વીજખરીદી અને વેચાણની મુખ્ય સત્તા જ રહેવા દીધી છે. નેશનલ ટ્રેઝરીના જણાવ્યા મુજબ કેન્યાની ઊર્જા ખરીદી, ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણની કામગીરીમાં ડુપ્લિકેશન થવાના લીધે ઊર્જા પાછળ જંગી ખર્ચો થતો હતો.
કેન્યા પાવર પાસે ખર્ચાળ વિકાસ પ્રોજેક્ટસ છે જેમાં, સરકારની સબસિડી હેઠળના લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ઓફ-ગ્રીડ 18 પાવર સ્ટેશન્સ વિકાસયોજનાઓના ભાગરૂપે કેન્યા પાવર 4.31 બિલિયન શિલિંગ્સ ખર્ચવાનું લક્ષ્ય ધરાવે છે. કંપની 30 ઓફ-ગ્રીડ પાવર સ્ટેશન્સ પણ ચલાવે છે.