નાઈરોબીઃ કેન્યાએ સમલૈંગિક પુરુષને તેનો પરિવાર અને દેશ સ્વીકારે તેના સંઘર્ષ વિશેની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્યા ફિલ્મ ક્લાસિફિકેશન બોર્ડ (KFCB) એ તેને ઈશનિંદાત્મક અને બંધારણના અપમાન સમાન ગણાવી હતી.
બોર્ડે “I am Samuel,” ફિલ્મના એક્ઝિબિશન. ડિસ્ટ્રિબ્યુશન, પઝેશન અને પ્રસારણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
ફિલ્મના ડિરેક્ટર પીટર મૂરીમીએ જણાવ્યું કે તેઓ જાણતા હતા કે આ શક્યતા હતી..પરંતુ તમે શ્રેષ્ઠ માટે આશા રાખીએ. તેમણે આ ફિલ્મ આફ્રિકન દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવી હતી. તેમણે ઉમેર્યું કે તેઓ અપીલનો પ્રયાસ કરશે પરંતુ, તેઓ LGBTQ ની સમસ્યાઓ પર કેન્યન્સને સાંકળવા માગતા હતા તેથી તેઓ ખરેખર ખૂબ નિરાશ થયા છે.
આ ફિલ્મનું મુખ્ય પાત્ર સેમ્યુઅલ છે. તે ઈચ્છે છે કે તેના પિતા તેને સમજે, તે તેના જીવન વિશે જાણે. તેના પિતા તે સમલૈંગિક છે તેવું જાણ્યા પછી તેને છોડી દે છે. ફિલ્મના અંતમાં સેમ્યુઅલ પોતાના જીવનો પ્રેમ ગણાવતા તેના પાર્ટનર એલેક્સ સાથે એંગેજમેન્ટ સેરીમની યોજે છે.