નાઈરોબી,કમ્પાલાઃ કેન્યા સરકારે યુગાન્ડા નેશનલ ઓઈલ કંપની (Unoc)ને લાયસન્સ આપવાની જાહેરાત કરી છે જેના પગલે બંને દેશો વચ્ચે મહિનાઓના વિવાદનો અંત આવી શકે છે. એનર્જી કેબિનેટ સેક્રેટરી ડેવિસ ચિરચિરે જણાવ્યું હતું કે પરમિટ જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેના થકી Unoc કેન્યા પાઈપલાઈન કંપનીમાંથી સીધા જ ઓઈલની આયાત કરી શકશે.
યુગાન્ડાની કંપનીને કેન્યાની એનર્જી એન્ડ પેટ્રોલિયમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પરમિટ આપવા સામે કોર્ટમાં કરાયેલો કેસ પાછો ખેંચી લેવાયાના સપ્તાહમાં જ Unoc ને લાયસન્સ આપવાની જાહેરાત આવી છે. આ લાયસન્સ થકી યુગાન્ડા કેન્યન કંપનીના પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી ઓઈલની સીધી આયાત કરી શકશે.