નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ જાહેરાત કરી છે કે સિવિલ સર્વન્ટ્સને બાકી પગાર ચૂકવવા દેશ વધુ લોન નહિ લે, બીજી તરફ, માર્ચ મહિનાનો પગાર નહિ ચૂકવાતા યુનિયનોએ હડતાળ પર ઉતરવાની ધમકી પણ આપી છે. રુટોનું કહેવું છે કે દેશના ભારે જાહેર દેવાંના કારણે પગાર ચૂકવવામાં વિલંબ થયો છે. આ મહિને કેટલીક લોન ચૂકવણી કરવાની છે. રેવન્યુ ઓથોરિટી દ્વારા ટેક્સ પેટે મેળવાયેલી રકમમાંથી પગાર ચૂકવાશે.
કેન્યાનું જાહેર દેવું રાષ્ટ્રીય આવકના 65 ટકા જેટલું છે. દર મહિને સિવિલ સર્વન્ટસના વેતન અને પેન્શન્સ ચૂકવવા માટે 420 મિલિયનથી વધુ રકમની જરૂર પડે છે. કેન્યાની મુખ્ય આર્થિક સલાહકારે સરકારને જાહેર ભંડોળનો વેડફાટ નહિ કરવા જણાવ્યું છે. બીજી તરફ, વર્લ્ડ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે સબ-સહારન આફ્રિકામાં નવી દેવાં કટોકટી સર્જાવાની ચેતવણી આપી છે.